વોશિંગ્ટન: અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)નો કાર્યકાળ ખતમ થવામાં હવે બસ એક અઠવાડિયા જેટલો સમય બચ્યો છે અને આગળ તેમના રસ્તામાં મુસિબતોના પહાડ તૂટી શકે છે. કારણ કે ગત અઠવાડિયે કેપિટલ હિલ (Capitol Hill)માં થયેલી હિંસા બાદ લોકો તેમની કંપનીઓ સાથે કામ કરવાથી બચી રહ્યા છે. આ સાથે જ બેન્ક પણ તેમને ઝટકો આપવાની તૈયારીમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિગ્નેચર બેન્કે પર્સનલ એકાઉન્ટ બંધ કર્યું
કેપિટલ હિલની ઘટના બાદ સિગ્નેચર બેન્કે 11 જાન્યુઆરીથી જ ડોનાલ્ડ ટ્રમ્પના પર્સનલ એકાઉન્ટ્સ બંધ કરવાનું શરૂ કરી દીધુ છે. આ સાથે જ હજુ એ સ્પષ્ટ નથી કે આવનારા સમયમાં ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનને કોઈ બેન્ક લોન આપવા માંગશે કે નહીં. છેલ્લા 10 વર્ષમાં ડ્યૂશ બેન્કે (Deutsche Bank) ડોનાલ્ડ ટ્રમ્પની કંપનીઓને 300 મિલિયન ડોલર કરતા વધુ લોન આપી છે. પરંતુ ગત મહિને ડ્યૂશ બેન્કમાં ટ્રમ્પના બે નીકટના પ્રાઈવેટ બેન્કર્સે રાજીનામા આપી દીધા હતા. 


ભારત પર આ મુદ્દે ઓવારી ગયું બ્રિટન, સંસદમાં 'અદભૂત દેશ' ગણાવીને કર્યાં પેટછૂટા વખાણ


ડોનાલ્ડ ટ્રમ્પની પ્રોપર્ટી ઉપર પણ જોખમ
આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રોપર્ટીઝ ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું છે. જેમાં વોશિંગ્ટન ડીસીમાં પૂર્વ પોસ્ટઓફિસ ઉપર બનેલી હોટલ છે. સરકારી પ્રોપર્ટીમાં હોટલ ચલાવવી હવે ટ્રમ્પને નુકસાન પહોંચાડી શકે છે. 


ટ્રમ્પના ગોલ્ફ કોર્સમાં નહીં થાય ચેમ્પિયનશીપ
હિંસા બાદ અનેક કંપનીઓએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંબંધ તોડી નાખ્યા છે. જેમાં પ્રોફેશનલ ગોલ્ફર્સ એસોસિએશન (PGA) એ પણ અંતર જાળવ્યું છે. હવે PGA અમેરિકાએ નક્કી કરી લીધુ છે કે ન્યૂજર્સી સ્થિત ટ્રમ્પના ગોલ્ફ કોર્સમાં ચેમ્પિયનશીપનું આયોજન નહીં થાય. 


Google Map પર આંધળો ભરોસો કરવો ભારે પડ્યો, એક વ્યક્તિનું મૃત્યુ, ખાસ વાંચો આંખ ઉઘાડનારો કિસ્સો


ડોનાલ્ડ ટ્રમ્પની નેટવર્થ છે 18308  કરોડ
ફોર્બ્સના જણાવ્યાં મુજબ કોરોના વાયરસ મહામારી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની કંપનીઓને ખુબ નુકસાન પહોંચ્યું છે. તેમની નેટવર્થ 100 કરોડ ડોલર ઓછી થઈ ગઈ છે. જો કે આમ છતાં તેમની નેટવર્થ 2.5 બિલિયન ડોલર એટલે કે લગભગ 18308 કરોડ  રૂપિયા છે. રિપોર્ટ મુજબ ટ્રમ્પ પરિવાર પાસે લગભગ 500 પ્રકારના બિઝનેસ છે જેમાં હોટલ્સ, રિસોર્ટ્સ અને કરોડો ડોલરના ગોલ્ફ ક્લબ સામેલ છે. 


ભારતમાં પણ છે ટ્રમ્પનો બિઝનેસ
દુનિયાના અનેક દેશોમાં પોતાનો વેપાર વધારનારા ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતમાં પણ બિઝનેસ ચાલુ છે અને તેમણે મુંબઈ ઉપરાંત પુણેમાં પણ ટ્રમ્પ ટાવર બનાવ્યા છે. પુણે સ્થિત ટાવરને પંચશીલ ડેવલપર્સે બનાવ્યા છે અને 23 માળનો આ ટાવર દેશની પહેલી ઈકો ફ્રેન્ડલી ઈમારત છે. આ ઉપરાંત ટ્રમ્પ ગુડગાંવમાં M3M ઈન્ડિયા, ગુડગાંવમાં જ IREO, કોલકાતામાં યુનીમાર્ક ગ્રુપ જોડે રિયલ એસ્ટેટમાં સંકળાયેલા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube